શબ્દ સાધકો

દેશ-પ્રેમ

ગઝલ 

ભારતના સિંહો નું એ વન આઝાદ રહે 
સિક્કા જેવું સૌનું એ મન આઝાદ રહે.

છે ફૂલોની મસ્તી , ભમરાઓનું ગુંજન ,
છે જ્યાં સૌરભનું એજ ચમન આઝાદ રહે.

વીર સપૂતોની ફાંસીને પણ યાદ કરો 
રાણા, શિવા ના એજ વતન આઝાદ રહે .

જ્યાં હસતાં ગાતાં રમતાં ઉડતા પંખીઓ  
સત્ય  કરુણાનું એજ ગગન આઝાદ રહે.

રામ,બુદ્ધ, કૃષ્ણની છે આ ધરતી દોસ્ત ,
લખ જલરૂપ ભારતદેશ અમન આઝાદ રહે.

કવિ જલરૂપ 
મોરબી
----------------------------------------------

-----------------------

ફરી યાદ આવી આઝાદી,
આંખોમાં આવે છે પાણી
બરબરતા ની નદીઓ વહેતી
ગુલામીની વાતો કહેતી
લોહી રેડાયું જાણે પાણી
ત્યારે આઝાદી લેવાણી,
ખોયા મા એ સંતાનો 
ખોયા ઘરનાં એ ચીરગો 
તો પણ નાં શ્વાસ થમ્યો એ
તો પણ નાં સાદ થમ્યો એ
જોને આજે લહેરાયો છે
ત્રણ રંગે રંગાયો છે
શત શત નમન હે મા ભારતી,
શત શત નમન હે મા ભારતી..

હાર્દ
---------------------------------


No comments:

Post a Comment