હરિ મને મારગ બતાવ,
ઓ હરિ મને મારગ બતાવ ...
જીવનવન માં એવો ભટક્યો,
ના જાણે ક્યાં છું અટક્યો?!
રાહ દેખાડે એવો તારક બતાવ ....
ઓ હરિ
કંઈક મોંઘો ને કંઈક સસ્તો,
જીવન જાણે કેવો છે રસ્તો !
થોડી તો થોડી પણ રાહત બતાવ ....
ઓ હરિ
ગાઉં હું ગુણ કે ગાઉં હું ગીત,
નિભાવજે વ્હાલા મારી તું પ્રીત !
મારા પ્રતિ ની તારી ચાહત બતાવ ....
ઓ હરિ
ચાહું તને ને ભજું તને,
બીજું ના જોઈએ કશું મને !
વાંકી ચુકી પણ રાહ પાવક બતાવ ....
ઓ હરિ
જીતેન્દ્ર ભાવસાર
-------------------------------------------------------
પ્રથમ સમરે ભક્ત આજે "ગણેશ " ને સૌ આ હળાહળ કળયુગે,
એક વરદાન પામ્યો રે દેવા " ગણેશ " સતયુગે.
મસ્તક સોહાયું રૂડું ગજ નું,
ને કહેવાયા ગજાનંદ,
લખ્યા છે પુરાણ કથા , સંભાળી વ્યાસ વચનથી ગજાનંદ,
એક વરદાન પામ્યો " ગણેશ"સતયુગે.
સરસ્વતી દેવીના ચાર હાથ છે ,તારી બુદ્ધી અપરંપાર,
રિદ્ધિ -સિદ્ધિ છે દાસી તારી ,લીલા અનરાધાર.
એક વરદાન પામ્યો "ગણેશ "સતયુગે.
વિનાયક ચોથ, સંકટ ચોથ ને અંગરકિ ચોથ એ તારી,
ભક્તો તારી આરાધના કરીને એમાં ભક્તિ કરે છે સારી,
એક વરદાન પામ્યો "ગણેશ" સતયુગે.
પ્રથમ સમરે.......
તૃપ્તિત્રિવેદી 'તૃપ્ત'
----------------------------------------------------------------------------------
શાને ભટકે કણકણમાં જઈ
ઓ હરિ મને મારગ બતાવ ...
જીવનવન માં એવો ભટક્યો,
ના જાણે ક્યાં છું અટક્યો?!
રાહ દેખાડે એવો તારક બતાવ ....
ઓ હરિ
કંઈક મોંઘો ને કંઈક સસ્તો,
જીવન જાણે કેવો છે રસ્તો !
થોડી તો થોડી પણ રાહત બતાવ ....
ઓ હરિ
ગાઉં હું ગુણ કે ગાઉં હું ગીત,
નિભાવજે વ્હાલા મારી તું પ્રીત !
મારા પ્રતિ ની તારી ચાહત બતાવ ....
ઓ હરિ
ચાહું તને ને ભજું તને,
બીજું ના જોઈએ કશું મને !
વાંકી ચુકી પણ રાહ પાવક બતાવ ....
ઓ હરિ
જીતેન્દ્ર ભાવસાર
-------------------------------------------------------
પ્રથમ સમરે ભક્ત આજે "ગણેશ " ને સૌ આ હળાહળ કળયુગે,
એક વરદાન પામ્યો રે દેવા " ગણેશ " સતયુગે.
મસ્તક સોહાયું રૂડું ગજ નું,
ને કહેવાયા ગજાનંદ,
લખ્યા છે પુરાણ કથા , સંભાળી વ્યાસ વચનથી ગજાનંદ,
એક વરદાન પામ્યો " ગણેશ"સતયુગે.
સરસ્વતી દેવીના ચાર હાથ છે ,તારી બુદ્ધી અપરંપાર,
રિદ્ધિ -સિદ્ધિ છે દાસી તારી ,લીલા અનરાધાર.
એક વરદાન પામ્યો "ગણેશ "સતયુગે.
વિનાયક ચોથ, સંકટ ચોથ ને અંગરકિ ચોથ એ તારી,
ભક્તો તારી આરાધના કરીને એમાં ભક્તિ કરે છે સારી,
એક વરદાન પામ્યો "ગણેશ" સતયુગે.
પ્રથમ સમરે.......
તૃપ્તિત્રિવેદી 'તૃપ્ત'
----------------------------------------------------------------------------------
શાને ભટકે કણકણમાં જઈ
વાયુ પેઠે વનવનમાં જઈ
દેખી દરિયો પગ ના બોળે
ખાબોચીયામાં શું ઝબકોળે
ક્યાં તેં જોયો શામળીયાને
વાત ગજાવે વનવનમાં જઈ
શાને ભટકે ......
આઘી-પાછી વાતો કરતો
'હું' ની અંદર 'હું' ને ભરતો
રામ - રહીમની વાણી વદતો
જાત જગાવે વન વનમાં જઈ
શાને ભટકે ........
ખોટા પરદાં ફાડી જો તું
સતના પગલા પાડી જો તું
ચોરે ચૌટે ખેલ રચાવે
ચીસો પાડે વનવનમાં જઈ
શાને ભટકે ..........
----- હર્ષિદા દીપક
-----------------------------------------
તારાં એક એક પગલે અમે હૈયું બિછાવ્યું ,
તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !
જાણી જોઈ ખુલ્લા મુકી બારણાં ને બારી,
આંખ આડા કાન કરે ગોપીયુ બિચારી,
પાછી હરખેથી સૌને કહે માખણ ચોરાયું
તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !
એક તારાં હોઠોનાં આલિંગન કાજે,
લાજ મુકી વાંસડાએ જંગલની આજે,
નિર્વસ્ત્ર થઈને એણે તનને વિંધાવ્યું,
તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !
બદલ્યા છે વહેણ આજ નીરે જમુનાનાં,
કાંઠા બન્યા છે જાણે નેણ જશોદાનાં,
ગામ આખેઆખું એનાં પૂરમાં તણાયું,
તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !
મોરલીની ફુંક જાણે સાદ તારો થઈ ગઈ ,
જગની સાથે રાધા ખુદને વિસરી ગઈ,
નામ બીજા કોઈનું નાં એનાં મોઢે આવ્યું,
તોય ગિરધારી તને ગોકુળ ના ફાવ્યું !
વિપુલ માંગરોલીયા ( વેદાંત )
---------------------------------------------
वाघ ने असवार माडी आवती वाघेश्वरी,
साद सेवकनुं सदाये सुणती वाघेश्वरी ।
द्वार उगमणां हता ते'दी भाण पण भोंठो पड्यो,
मुख पश्चिमे करी प्रगटावती वाघेश्वरी ।
वाघ ने असवार....
नाद घंटारव तणो गगने गयो'तो कापडी,
त्रांबडी तुं" ध्रंग धामे तारती वाघेश्वरी ।
वाघ ने असवार...
कुंड तो छलकाय छे आजे सतत मां" आंगणे,
रोग तुं" माटी थकी मटडावती वाघेश्वरी ।
वाघ ने असवार...
कैक कष्टो कापती ने भक्त ने भव तारती,
एक अरजे आस सौनी पुरती वाघेश्वरी ।
वाघ ने असवार...
भोळपण केवुं हशे ए भक्त नुं "आहीर" नुं,
मात' ने "हा बाइ" थी हुंकारतो वाघेश्वरी ।
वाघ ने असवार...
- R.V.C.(રમેશ છાંગા)
- ममुआरा
-------------------------------------------------------
"સમય"
---------------------------------------------------
બ્રિજેશ દવે "વિભવ"
---------------------------------------
જીજ્ઞા ત્રિવેદી
----------------------------------------------
પ્રત્યક્ષ ને પરોક્ષ સાથ આપતી એ ભાગવત ગીતા છે,
શ્વાસમાં સત્યની સુવાસ ફેલાવતી એ ભાગવદ ગીતા છે.
માતાનું વાત્સલય રહેલું છે એ મૃદુતામાં,
જે કર્મ , ધર્મ ને મોક્ષ માટે જાણીતી એ ભાગવદ ગીતા છે.
માર્ગ બતાવી જીવનનું સત્ય સમજાવતી ,
ગુઢ રહસ્યનો સાર બનતી એ ભાગવદ ગીતા છે.
શ્રી કૃષ્ણ મુખેથી નીકળી એવી કમળમુખીની,
સમજય તો પરીભાષા છે અંતરની એ ભાગવદ ગીતા છે.
અતૃપ્ત જીવનને પણ "તૃપ્ત" બનાવતી ,
વેદની પરિભાષા છે જે સાતત્યની એ ભાગવદ ગીતા છે.
"તૃપ્ત"
(તૃપ્તિ ત્રિવેદી)
-------------------------------------------------------------
વિજય ચૌહાણ "પ્રેમ"
-------------------------------------------
No comments:
Post a Comment