શબ્દ સાધકો

Download PDF


સહર્ષ ખુશાલી સાથ જણાવવાનું કે "ગઝલ ક્ષિતીજ - ૧" ની સફળતા બાદ શબ્દસંહિતા ગ્રુપનાં સ્થાપક/સંચાલક શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા "ગઝલ ક્ષિતીજ - ૨" નું સંપાદન કરવામાં આવ્યું છે. આ ઈ-પુસ્તક તૈયાર કરવામાં એડિટર હિનલ મહેતા તથા સલીમ શેખ "સાલસ" નો સાથ-સહકાર મળ્યો છે. નવોદિત તેમજ જાણીતાં ગઝલકારોની ગઝલ રચનાઓથી સુસજ્જિત આ ઈ-પુસ્તક આપ અહીંથી વિનામુલ્યે ડાઉનલોડ કરી શકો છો. આ પુસ્તક વિશે આપના અભિપ્રાય જાણવા અમે ઉત્સુક છીએ. તો આ પોસ્ટ પાર કોમેન્ટમાં અથવા સાઈડબારમાં "અમરો સંપર્ક" વિકલ્પમાં આપનો અભિપ્રાય આપશો. આભાર.

પુસ્તક નું નામ : ગઝલ ક્ષિતીજ - ૨સંપાદક : ચિરાગ ભટ્ટપ્રકાર : ગઝલ સંગ્રહ

ડાઉનલોડ કરો/વાંચો(Read/Download) : ગઝલ ક્ષિતીજ - ૨

--------------------------------------------------------------------------------------------------------------
મિત્રો,

શબ્દસંહિતા ગ્રુપનાં સભ્ય તથા જાણીતાં કવિયત્રી તથા લેખિકા પ્રજ્ઞા વશી ની નવલકથા "સત્-અસત્ ની પેલે પાર" આપ નીચે આપેલી લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો. આ માટે લેખિકા પ્રજ્ઞા વશી તેમજ અક્ષરનાદ.કોમ નાં જીગ્નેશ અધ્યારુ સાહેબનો ખુબ ખુબ આભાર. 

Click here for Download/Read "Sat-Asat ni Pelepar" (ડાઉનલોડ કરો/વાંચો "સત્-અસતની પેલે પાર)
-------------------------------------------------------------------------------------------------------------

મિત્રો,

શબ્દસંહિતા ગ્રુપનાં સભ્ય તથા જાણીતાં કવિયત્રી પ્રજ્ઞા વશી નો ગઝલ સંગ્રહ "નિસ્બત" આપ નીચે આપેલી લીંક પરથી ડાઉનલોડ કરી શકો છો. આ માટે કવિયત્રી પ્રજ્ઞા વશી તેમજ અક્ષરનાદ.કોમ નાં જીગ્નેશ અધ્યારુ સાહેબનો ખુબ ખુબ આભાર. 


Click here for Download/Read "Nisbat" (ડાઉનલોડ કરો/વાંચો "નીસબ્ત")
--------------------------------------------------------------------------------------------

મિત્રો,

જાણીતા સાહિત્યકાર શ્રી ગુણવંત ઉપાધ્યાય નું પુસ્તક "ગઝલ ગ્રાફ" આપ અહીં થી ડાઉનલોડ કરી શકો છો. ગઝલ ને લગતી સંપૂર્ણ જાણકારી તેમાં બહુ રસાળ શૈલી માં આપવા માં આવી છે. ગઝલ અભ્યાસ માટે આ પુસ્તક ખુબ ઉપયોગી છે. શબ્દ્સંહિતા ગ્રુપ ના સ્થાપક અને સંચાલક શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા આ પુસ્તક નું સંકલન થયેલ છે. 


અભ્યાસ ગ્રંથ : ગઝલ ગ્રાફ 
કવિ શ્રી : ગુણવંત ઉપાધ્યાય 
સંકલન : ચિરાગ ભટ્ટ 

Click here for Download/Read "Gazal Graph"(ડાઉનલોડ કરો/વાંચો "ગઝલ ગ્રાફ")

----------------------------------------------------------------------------------------

મિત્રો,


શબ્દ્સંહિતા ગ્રુપ ના સ્થાપક અને સંચાલક શ્રી ચિરાગભાઈ ભટ્ટ દ્વારા એક ઈ-પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે. આ પુસ્તકમાં ખ્યાતનામ ગઝલકારોની ગઝલોની સાથે નવોદિત ગઝલકારોની રચનાઓ પણ સામેલ કરેલ છે. આ ગઝલ સંગ્રહમાં કુલ ૩૧ જેટલા કવિઓની રચનાઓ સામેલ છે. કુલ ૧૪૭ પાનાની આ પુસ્તિકા અહીં ફ્રી ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. તમે નીચે આપેલી લીંક દ્વારા તે વાંચી શકશો તેમજ ડાઉનલોડ કરી શકશો.


Download/View(ડાઉનલોડ/વાંચો) ग़ज़ल क्षितिज

----------------------------------------------------------------------------------------------------------

No comments:

Post a Comment