શબ્દ સાધકો

શેર-શાયરી


--------------------------


--------------------------------------------
ये नफ़रत का जो कारोबार है घाटा ही देता है
मोहब्बत करके देखो न मुनाफ़ा इसमें होता है


--- असद अजमेरी
--------------------------------------------------
રીત-ભાત કે કોઈ જાત માં નથી.
ન્યાય,ગુના કે અપરાધ માં નથી.
કુપળ,કળી કે ગુલાબ માં નથી.
સાથે છું પણ,હા સંગાથ માં નથી.


--- વિપુલ બોરીસા
----------------------------------------------
પાણી ઉપર તરતી નાની પાંદડીને બોલ 
ડૂબવાનો ડર છોડીને તું હોલે હોલે  ડૉલ....


       ---- હર્ષિદા દીપક
------------------------------------------
યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
 – બી.કે. રાઠોડ ‘બાબુ’

તું ભલે હથિયાર માફક વાપરે
આમ એને લાગણી કહેવાય છે.
 – ગુંજન ગાંધી

એટલે કરતો નથી એની દવા 
ઘાવ દિલમાં તેં કરેલા હોય છે. 
– અઝીઝ ટંકારવી

કંઈક કાચીંડા ઘાયલ થયા રંગ મારી જિંદગી ના જોઈને.. 
– મંથન ઉપાધ્યાય

સતત રહેતી ભીનાશથી પોપચા અકળાઈ ગયા ને બોલ્યા
આંસુને કાબુમાં રાખો અથવા તો અમને તાડપત્રી લાવી દો.. 
– આશિષ વશી




મળે છે હાથથી બસ હાથ, મન મળતાં નથી જોયાં
ઉજવણી માટે સાચો એક પણ ઉત્સવ હવે ક્યાં છે ?
– અઝીઝ કાદરી

રસ્તા પર પડેલા ભુવા જોઇને ડરી જવાય છે.. 
અચાનક ખંજન એમના યાદ આવી જાય છે.
 – આશિષ વશી


--------------------------------------
ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ

ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ

          -હરીન્દ્ર દવે 

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે;
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

– અનિલ ચાવડા
-----------------------------------------------------------------------------------------------
છતાં ‘બેફામ’ સૌ મારા મરણટાણે જ કહેવાના
નહિ તો હું તો જીવનમાંય સાચેસાચ સારો છું !
-------
વિશ્વમાં ‘બેફામ’ ભૂલાઇ જવા તૈયાર છે.
એ કહે જો આટલું કે યાદ ‘બરકત’ છે મને.
------
‘બેફામ’ તોયે કેટલું થાકી જવું પડ્યું ?
નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી.

         – ‘બેફામ’ બરકત વિરાણી 
---------------------------------------------------------------------------------
રણ ને હરણ ની દયા જ્યારે આવી,
જાંજવું ભૂંસવા આંધી ત્યારે આવી.
------
વરસાદને ક્યાં ખબર, અંદર પણ એક આગ છે,
ઠારવા જેને ફકત જાંજવાનાં જળ ની માંગ છે.

         – ભાવેશ શાહ

No comments:

Post a Comment