શબ્દ સાધકો

Thursday, September 15, 2016

Rasik Dave's Poetry(રસિક દવે ની રચનાઓ)

પરપોટાની છાલ ઉખેડી 
અંદર ઝીણી નજરે જોઈ
મઘમઘતા રંગીન સુંવાળા 
છૂપાયેલા સઘળા સ્વપ્નો 
ચાલ મળીને 
સંગે સંગે 
કરીએ લે સાકાર
દઈએ ગમતીલો આકાર.
ભીતરમાં ઢબૂરાઈ રહેલા
અજવાસી અંગાર
જીવતરની આળીમાળી
પછેડીમાં બાંધીને 
ચાલ સહજ થઈ
જીવનને ઊજાગર કરીએ.
ચાલ મજાથી 
માણી લઈએ.
--------------------------------
---------------

------------

-------------------

--------------------------------------


રસિક દવે 

1 comment:

  1. બ્લોગ માટે રચનાઓ આપવા બદલ શ્રી રસિકભાઈ દવે નો ખુબ ખુબ આભાર. પ્રણામ.

    ReplyDelete