લઘુ-કથા : ત્યાગ
લેખક : મહેબુબ આર સોનાલિયા
-------------------------------------------------------
ગામમા ઘણા બધા ફરસાણ વાળા હોવા છતાં હું ગામ થી દૂર છેક રેલ્વે સ્ટેશન પાસે આવેલી ‘ક્રીશ્ના ફરસાન માર્ટ’ માં લેવા આવુ છુ. જો કે મારી એકલતા દુર કરવા, ખુદ થી બહુ દુર ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છુ. રેલ્વે પ્લેટફોર્મ પર ટ્રેન આવીને ઉભી રહી. ગાંઠીયા હજી ગરમાગરમ તળાતા હતાં. મારી નજર પ્લેટ્ફોર્મ પરથી પોતાનો સામાન લૈ ને આવી રહેલી માધવી પર પડી.હજી એટલી જ સુંદર એટલી જ સોમ્ય અને રોચક. હજી મન થાય કે બસ જોયા જ કરુ તેને. તે રેલ્વે સ્ટેશન ની બહાર આવી રીક્ષા ની રાહ જોઇ રહી છે.
” અરે માધવી! કેમ છો?” મે પુછ્યુ પરંતુ તેની આંખોમા આંખો ના મેળવી શક્યો
“મજા છે.” બહુ જ ફિક્કો જવાબ તેણે આપ્યો
”ઘણા સમયે મળ્યા” મે વાત વધારવા નુસ્ખો કર્યો
”હા” તેનો જવાબ માત્ર હા....
”માધવી હજી મારાથી નારાજ છો?” મે પુછ્યુ
”અરે માંનવ તુ કેવો માણસ છો? તારી યાદો થી દુર જવા હુ આટલા દુર પરણી ગયી. તારા કારણે હુ મારા માતા પીતાની નજરોમાં હલકી થઇ ગયી. આખું ઘર કહેતું હતું કે તુ મારા લાયક નથી. હુ મારા પરિવાર ની સામે થૈ ગઇ.અને તુ ............ માત્ર કાયર બિકણ અને ડરપોક “તે મારી આંખોમાં આંખો નાખી ને બોલી.
થોડીવાર બન્ને મૌન રહ્યાં ત્યાં જ મારુ ફરસાણનુ પાર્સલ લૈ ને ક્રીશ્ના વાળાનો માણસ આવ્યો.
“માધુ, તારે ઘરે જ જવુ છે ને.ચાલને હું ઘરે જ જાઉ છું.ચાલ તને લિફ્ટ આપી દઉ” મે હિમ્મ્ત કરી ને કહ્યુ
”ના હુ મારી રીતે ચાલી જાઇશ.”
”અરે માધુ આપણી મંજીલ એક જ છે અને મારે તને ક્યા ઉપાડીને લૈ જવી છે ગાડી છે .”
”કદાચ મંજીલ એક હશે પણ હવે રસ્તા અલગ અલગ છે”તેણે મારી સામે એક અણગમા થી જોયુ.અને જોર થી બોલી “રીક્ષા.... રીક્ષા... રીક્ષા....”
એક રીક્ષાવાળો આવ્યો તે ચાલી ગઇ એકવાર પાછુ વળી ને જોયુ પણ નહિં
"માત્ર કાયર ડરપોક બિક્ણ ..... "તેના શબ્દો મારા કાન મા ગુંજી રહ્યા હતા.મે મારુ માથુ સ્ટેયરીંગ વ્હીલ પર નમતુ મુક્યુ.
હું જે બધુ ભુલી જવા માંગુ છુ તે બધુ જ યાદ આવે છે તે રાતે માધવી ના ભાઇ મારી પાસે આવ્યા હતા કેમ આદ આવે છે તે
“માનવ તુ સારો માણસ છો મારી બહેન તારા પ્રેમમા ગાંડી થઇ ગઇ છે.પ્લીજ તુ એને સમજાવ અમે તેના માટે કેટલા સારા છોકરાઓ બતાવીએ છીએ પણ એ તારા કારણે કોઇ ને હા નથી પાડતી.”માધવી ના ભાઇ મને સમજાવવા નો પ્રયાસ કરી રહ્યા હતા
”ભાઇ અમે એકબીજા ને પ્રેમ કરીએ છીએ.હુ શા માટે તેને સમજાવુ કે બીજા સાથે પરણીજા.અને તે મારા વગર રોઇ રોઇ ને મરી જશે.હુ તેને દુખી કરવા નથી માંગતો.” મે કહ્યુ
“ હા તો કરી લો લગ્ન જીવો સાથે માનવ તુ અપંગ છો મારી બહેન સાવ નોરમલ છે.તુ કૈ રીતે તેને ખુશ રાખી શકીશ.જ્યારે પ્રેમનો નશો ઉતરશે ત્યારે તે જ માધવી તારા માટે નહી પણ તારી સાથે રોઇ રોઇ ને મરી જશે. માનવ હવે નીર્ણય તારે લેવાનો છે .તારી સાથે રહી ને રડે કે પછી બીજા સાથે સુખી રહીને તારા માટે રડે.”
હુ જબકી ગયો.મે સ્ટીયરીંગ વ્હીલ પરથી મારુ માથુ ઉપાડ્યુ.મારી નજર સાઇડ કાચ પર પડી.અરીસો રડતો રડતો મને જોય રહ્યો છે.અને હુ મારા નહિ રડી શકાયેલા આંસુઓ જોઇ જોઇને થીજી રહ્યો છુ.
------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------
લઘુ-કથા : ગેટ-ટુગેધર
લેખક : બ્રિજેશ દવે 'વિભવ'
------------------------------------------
વિકીએ રોનિતને કોલ કર્યો.વિકી : હેલ્લો, રોનિત.
શીલા : હું શીલા બોલું છું.
વિકી : ભાભી રોનિત છે?
શીલા : તે તો ગણેશ વિસર્જનમાં ગયા છે. મોબાઈલ નથી લઈ ગયા.
વિકી : અરે હા, આજ તો વિસર્જન છે. ભૂલી ગયો. તમે નાં ગયા સાથે?
શીલા : નાં. અમારી સોસાયટીના લોકો એ ભેગા મળી ને ગણેશ સ્થાપના કરી હતી.
અને સોસાયટી નાં બધાં પુરુષો જ ગયા છે વિસર્જનમાં. તમારે કામ હતું રોનિત નું?
વિકી : કામ તો હતું. કોલેજના બધાં જુના મિત્રોનું એક ગેટ ટુગેધર રાખવું હતું. તેના વિશે વાત કરવી હતી.
શીલા : હમણાં આવે એટલે ફોન કરાવું.
એક કલાક પછી વિકી ને કોલ આવ્યો. રોનિત નાં નંબર હતાં.
વિકી : હેલ્લો, રોનિત.
શીલા : શીલા બોલું છું. રોનિત ઉંઘી ગયા છે.
વિકી : કેમ?! બહુ થાકી ગયો છે?
શીલા : હા, એટલા થાક્યા કે સદા માટે ઉંઘી ગયા છે.
વિકી : ભાભી આ શું બોલો છો?!
શીલા : હા, ગણેશજી ની સાથે તેમના પ્રાણ પણ વિસર્જિત થાય ગયા. રોનિત નાં બીજા મિત્રોને તમે ફોન કરી દેશોને?
તમારે પેલું ગેટ ટુગેધર રાખવું હતું ને, તે હવે અહીં જ થઈ જશે.
------------------------------------------------------------------------------------
No comments:
Post a Comment