મનવર્ષા ની ઝરમર
કાનુડા તે બે જેલવાસ ભોગવ્યા
એક હુફાળો ને બીજો હિચકારો
એક રૂપાળો ને બીજો રંજાળો
કાનુડા તે બે જેલવાસ ભોગવ્યા
--------------------------------
માખણ ચોર ઓ રે નંદ કિશોર !
કાન ! તુ શબ્દ બની કરતો કલશોર !
કોણ વલોવશે માખણ થઇ ભોર?
જા! વગડેવન છે તુ ચિત્તચોર !
વનવગડાને જા ! જઈ ધમરોળ !
ગોપ ગોપી ઓનો છે ગણગોર !
કુમકુમ પગલા કર એલી કોર !
ટહુકા કરે જયાં જાજેરા મોર
માખણ ચોર! ઓરે!નંદ કિશોર !
તારો નશીલો નખરાળો તોર!
----------------------------------
કાનમહી એ કલકલતો
વ્હાલ કાજે વલવલતો
છોગાળો છે છલછલતો
વેણુ નાદે ધલવલતો
-------------------------
એમ હુ કહેતી ફરુ છુ
કેમ હુ કહેતી ફરુ છું.
વદે છે કાનમાં કાનો !
તેમ હુ ચહેકતી ફરુ છું.
------------------------
દખ ભલે ખોળતા
વખ નથી ઘોળતા
કાનજી મટુકી ફોડતા
માખણ અમે ખોળતા
----------------------
★ભાર કેમ લાગે?★
★ખુલ્લા આકાશ મહી ભમતી આ વાદળી ને ,પાણી નો ભાર ન લાગે!
★ઝૂલતાં ખિલતાં પાતલડી આ ડાળી ને ,ફૂલનો ભાર ન લાગે !
★વન ને શહેરમાં વિહરતાં વિચરતા
આ સમીરને , વિહારનો થાક ન લાગે !
★કૂખ માં ઊછેરતી ભાર લઈ ને જીવતી માતા ને , બાળ નો ભાર ન લાગે !
★ડાળ ડાળ રમતાં માળાઓ બાંધતા આ પંખીનો વ્રૃક્ષને ભાર ન લાગે !
★સમીરના સપાટા સહેતી પાતલડી ડાળી ને , આ ફૂલનો ભાર ન લાગે !
★ટાઢ તાપ વર્ષા સહેતા આ વ્રૃક્ષો ને
પંખી નો ભાર ન લાગે !
★ઊભા અડિખમ ઊચા વિશાળ આ મેરુ નો ધરતી ને ભાર ન લાગે
★ખળ ખળ વહેતી સુખે થી
સહેલતી આ સરિતા ને , માછલી નો ભાર ન લાગે!
★રોજ રોજ ભાગતાં ઝગમગ કરતાં આ સૂરજને કિરણો નો ભાર ન લાગે !
★અગણિત તારામંડળની આ ટોળીનો આ આભ ને ભાર ન લાગે!
★હાથ પગ હામ ને હરખ ભર્યા મન તોય ,આ માનવી ને જીવતર નો
ભાર કેમ લાગે?????
★નીજનો જ નીજ ને ભાર કેમ લાગે ?????
----------------------------------------------------------------------
છપ્પનની છાતીનો સાવજ ભારતવર્ષ નો વીર છે.
દૂશ્મનની બુરી નઝર પર સણસણતી શમશીર છે.
સાવજડા ની ત્રાડ પડે ,
થરથરતુ વનરાવન છે.
કેસરીયા ની થાપ પડે
ધણધણતું સમરાંગણ છે.
રક્ષા કાજે દેશની વેઠયો
વગડો નેરણ રણ છે.
રોમરોમ દેશ દાઝ ભૂકે
વહાલો માટી નો કણ છે
--------------------------------
ચાંદ કહી આવે રોજ પ્રિયાને
વીર ની આંખ્યુ માં નીર છે.
દુનિયા જાણે ભડકેે બળતી
સરહદે ભડવીર છે.
-------------------------------
દૂર દિસે છે રામજી મારા દૂર દિસે છે રામજી !
સંગ દિસે છે કોઇ હરિ ના ,સરી રામ વીર લખનજી !દૂર..
સૂરજ દેવ જરી વાર ઝગો હુ નિરખી લઉ મારા
રામજી !
આજ પધારે કાલ પધારે મારા રુદિયા ના
અભિરામજી ! દૂર..
વાદળીયા જઈ જાણ કરો ,શબરી ની દશ કયે ભોમજી!
વાટ જરી ના પલળે વાટુ યે ભણે ૬છે આવો રામજી !રધુવરજી ! દૂર દિસે છે રામજી !
વાહરીયા વહી મહેક ધરો પધારે પિયારા. રામજી !આલી કોર વળો આલી કોર ફરો !ઓ શબરી ના સરી રામજી ! દૂર...
વંટોળિયા બાપ શાતા ધરો કણ કણ પાવન કરે રામજી ! ફૂલડિયા ને રામ રેવા દઈજો કોમલ કદમ મારા રામજી !દૂર ...
ફળ ફૂલ હુ તો રોજ વીણુ ને રોજ જમે મારા રામજી!
દિન થયો ઉજમાળો આજ સાક્ષાત પધારે સ્રી રામજી! દૂર...
આસુડાં જરી પાછા વળો ચરણા પખાડવાના કામજી !
શબરી કેરો મોક્ષ કરાવવા આવી રીયા સરી રામજી!
દૂર...
નયણે થઈ વહ્યુ હાથ ન હૈયુ કરે નવ કહ્યુ રામજી!
આરતી ઉતારુ ભોગધરુ કે ચરણા પખાળુ રામજી!
હૈયું કહે કે નિરખ્યારી આ અંધ નયણે મારા રામજી!
મારા રામજી ! મારા રામજી! મારા રામજી !
વર્ષા તલસાણીયા
No comments:
Post a Comment