શબ્દ સાધકો

Saturday, July 2, 2016

Hardik Pandya 'Hard''s Gazals(હાર્દિક પંડ્યા 'હાર્દ' ની ગઝલ)


આજની શિક્ષણ વ્યવસ્થા માં બાળકો અને શિક્ષકોની સ્થિતિ પર લખેલી ગઝલ

વાંક મારો રોજ આવે વાતમાને વાતમાં,
હું હવે તો ક્યાં રહું છું જ્ઞાન ના એ ધામમાં.

છે લખેલું ચોપડે કે હું મળું છું આ સ્થળે,
ના મળું ક્યારે ત્યાંતો કામમાને કામમાં.

બાગને ખોદીને રાખ્યો સીંચવાને ફૂલડાં,
ખાદ નાખું અબધડી, જો આવે માળી ભાનમાં.

તોડવાને રાતને મેં રાહ જોઈ સૂર્યની,
કેમ આજે આથમે છે સૂર્યઆ મધ્યાનમાં.

હું લખું છું 'હાર્દ' આજે પામવાને જ્ઞાનને,
હાથમારો આવવાદો એ કલમના હાથમાં.

        હાર્દ
Hardik Pandya
તા 05/08/16

સમય 10.30
--------------------------------------------------------------------------
મૌન કેરી માંગી વાચા,
પ્રેમ નામે સાવ કાચા.

શબ્દ ગુંજે, વાત ખૂંચે,
આંખ કેરા ઘાવ સાચા.

પ્રેમ થોડો, થોડી સમજણ.
જીભમાં ના શોધ ખાંચા

હું બનું તારી મુરત ને,
તું સજાવે પ્રાણ ઢાચા.

નાં જીવાશે, નાં સહાશે 
જીંદગી કેરા તમાચા.
-------------------------

તે મૌન છે... 
(મૌન વિષય પર તરહી મુશાયરાની મુસલસલ ગઝલ.) 

ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા   

આ મૌન ની છે વેદના આંખો કહે, તે મૌન છે.
હોઠે મઢેલાં સ્મિત પર, વાતો વહે, તે મૌન છે.

છે શોધવાની રાહને, ભૂલો પડે એ આંગણે,
ના પામવાની ચાહમાં, જીવી રહે, તે મૌન છે.

આ આભમાં ઉડી રહી, કેવી હજારો લાગણી,
આ લાગણી ને થામતી, આંખો લહે, તે મૌન છે.

કેવી સજાવે છે અહીં,  આ મોતની સૌ પાલખી,
ડૂમો ભરેલી આંખમાં, જીવન સહે, તે મૌન છે.

ને તૂટવાની છે અહીં, કેવી અનોખી એ પ્રથા,
કે તૂટવાની એ ક્ષણે,  જાતે દહે, તે મૌન છે.
----------------------------------------------------------

બનીને માનવી ઈશથી મને લડવું નથી ગમતું,
તમારા હાથ કતપુતળી બની રમવું નથી ગમતું.

અધૂરી હોય જ્યાં ફરજો ખીલેલા ફૂલના ઘરની,
બનીને પાન રે પીળું મને ખરવું નથી ગમતું.

કહેછે કે જગા દેશે કરેલા પૂર્ણના જોરે,
જવાને સ્વર્ગના દ્વારે મને મરવું નથી ગમતું.

ભજાવે છે અમારાથી ઘણાયે ખેલ નાટકના,
બનીને પાત્ર નાટકનું મને ઝૂરવું નથી ગમતું.

હજુએ છે ઘણી તાકાત કે જીરવી શકું ઘાવો,
રહીને મોત ના છાંયે મને ઢળવું નથી ગમતું.

ભલેને હોઉં  હું લાચાર અદનો માનવી થઈને,
સજાની લાકડી સામે મને નમવું નથી ગમતું.
-----------------------------------------------------

 ડૂબતાને ના મળે, ઓછા કિનારા છે અહીં,
પ્રેમ કેરા નામના, થોડા મિનારા છે અહીં.

કોણ જાણે પ્રેમમાં કેવી હતી આ બંદગી,
પ્રેમમાટે ઝેરના પ્યાલા પીનારા છે અહીં.

આંખ ખોલી ત્યારથી શોધી રહ્યો છું અર્થને,
અર્થજાણે વ્યર્થજાણી ને જીનારા છે અહીં.

ના મળે એ ઝંખના આજે ખિલાવે જિંદગી
જીતવાને જિંદગી ,જો હારનારા છે અહીં

શું કહું કેવા હશે લોકો તણા એ પાળિયા,
ભોમકાજે જાતને લૂંટાવનારા છે અહીં.
---------------------------------------------------------------

તમારા પ્રેમ ના બંધાય છે વાદળ,
અધૂરા એ પુરા વંચાય છે વાદળ.

મઠારી છે અટાણે સાંજ આપેતો,
તમારા કેશ થી સંધાય છે વાદળ.

તમોની લાગણી થી છે ભરી બૂંદો,
વરસવા કાળજે મંડાય છે વાદળ.

પરીક્ષાઓ હજુ બાકી રહી મારી,
ખુલ્લી આંખે હજુ સંતાય છે વાદળ.

રહ્યો કોરો તરસ્તી આ ધરા કાજે,
પ્રણય નાં ભેજથી ,ભીંજાય છે વાદળ.

હાર્દિક પંડ્યા "હાર્દ"

No comments:

Post a Comment