શબ્દ સાધકો

Saturday, July 2, 2016

Trupti Trivedi 'Trupt''s Poetry(તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત” ની રચનાઓ)

મુજ નયનમાં તું વસેલો છે , મને તું જોય બસ,
તાહરી વિન આ તરસતી  એ , મને તું જોય બસ.

તુજ વિના ક્યાં કૈ થયું ? આ કાળતો  કરડો ભલે,
હર પ્રભાતે કોરુ લાગે ને , મને તું જોય બસ.

હર પ્રભાતે ,ઝંખનામાં જો બનું તારી પ્રિયે,
ના'કદી ડરથી ચુકું રે , મને તું જોય બસ.

ઓઢણી ઓઢી છે  તારા નામની હો સાયબા,
લે  ' હવે એને પકડ છેડે  , મને તું જોય બસ.

સાદ પાડીને  મને બોલાવજે તું પ્રેમથી,
'તૃપ્ત'  નહિ અચકાય ક્ષણવારે   , મને તું જોય બસ.

-----------------------------------------------------------------------------------

"મનભરીને"

પળભર રહી  જો યાદે   ટહુક્યું જે મનભરીને,
આનંદની  સમીપે  માણ્યું જે મનભરીને.

આ પ્રેમની પ્રિતીમાં  હું ચાહુ  છું  ભવોભવ,
લોચો થયો વિચારી  મેલ્યું જે  મનભરીને.

એકાંત માં રહ્યો છે મારી ભિતર   પ્રતીતમા,
એ યાદ ની બધી પળ વિસર્યું જે મનભરીને.

 નજરે ચઢ્યાં તમારી જો આંખમાં  વસીને,
એવા વિચારોમાં મન  ખીલ્યું જે મનભરીને.

છે ઝંખના હવે એનો ભાર ",તૃપ્ત" ભીતર,
આકાશ મેં મઢયું તે નિરખ્યું જે મનભરીને.
---------------------------------------------------------------

વાત મેં પણ એમની સાથે કરી બે ચાર છે,
એમને તો યાદ કરતાં થૈ રહ્યાં એ વાર છે.

કો’ક આજે પણ રડ્યું છે યાદમાં હૈયે ઘણું,
લાગણી છૂટી મળ્યાં એમાંય ક્યાં એ સાર છે ?

ઘાવ સંતાડું સદા એને મને આપ્યા ભવે.
શર્તમાં પણ સાથ છોડી જાય એ બેકાર છે !

એ વિચારે મોહ–માયા-કપટો જો ત્યાગી સદા ,
આજ ભજશો કોટિ પરમેશ્વર તો બેડો પાર છે.

ફિલસુફી સમજી રહી આ સાથ સમયે  “તૃપ્ત” જો,  
સાર આ આજે  મળ્યો તુજથી જે તારે દ્વાર છે.
-------------------------------------------------------------------------------

મુક્તક

સ્વપ્નમાં મેં  સ્મિત થોડું જ્યાં કર્યું,
એવું તો મન માળવેથી   ક્યાં ખર્યું ?
સ્વપ્નમાં ખાલી કહ્યું છે કે આવજો,
આંખમાં આવેલ આસું  ત્યાં તર્યું.
----------------------------------------------------------------------

આપણાં એ સ્નેહનની પળ  યાદ છે,
એટલે એ યાદમાં આબાદ  છે.

કોણજાણે  ? સ્પર્શમાં  શું હશે ?
શૂન્યતામાં કેટલો ઉન્માદ છે.

હોઠ ખીલ્યા , ને થઈ જો બંદગી,
સ્વપ્નમાં પણ પ્રેમનો વરસાદ છે.

દર્દ છે , 'હંમેશ માટે પાંગળું !',
પ્રીત એતો ! દુઃખની ઓલાદ છે.

પાંપણે બંધાય મોતી આમતો,
આંસુઓ પણ વ્હાવવા એ  દાદ છે.
----------------------------------------------------------------------

ચાંદનીની  રાતમાં પણ ગોળ શું ચમકી રહ્યું ?,
શું હશે ? સાચું હશે ? એ  કેમ તો મલકી રહ્યું  ? 

શું થયું આ પાંપણોને ? એકદમ આજે મળી!
આંખ આવે અશ્રુ એની બુંદમાં રણકી રહ્યું

સાવ અમથી મૌન થૈ હું  ડુંસકે ભેટી પડી,
માયરાની ધૂળ જોઈ બાળપણ ખણકી રહ્યું.

મન મહીં’તો  હોય છે તો પાઠશાળા યાદની ,
ગામડું કેવું રુડું ? ગૌ ધણ અહીં ચળકી રહ્યું.

હાથ જોડી કરગરે ને  દાન  આપે કોણ એ ?  
એ પિતાની વેદનામાં આ જગત ઝળકી રહ્યું. 
                                                                  
તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત”

No comments:

Post a Comment