શબ્દ સાધકો

Friday, July 22, 2016

Vipul Borisa's Gazals(વિપુલ બોરીસા ની ગઝલ રચનાઓ)

આગમન થાશે તમારું એક દિન

રોજ સમજાવી ગુજારું એક દિન


સાંજ,ખાલીપો,પીડા હોવા છતાં

તુજ વગર નો ના વિચારું એક દિન


કોઈ બીજા સંગ છો,પણ સંગ છે ?

લેખ ઈશ ના પણ,સુધારું એક દિન


જાય છે પાછી નજર એ રાહ પર,

દિલ ગયું તું જ્યાં અમારું એક દિન


રાહ જોવે છે,"વિપુલ" મૃત્યુ હવે

આવ એને તો  સવારું એક દિન
--------------------------------------

આ સમય ને સાંધવા તું એક ક્ષણ તો દે મને.*

ઝાંઝવાં પણ ચાલશે તું એક રણ તો દે મને.


આમ તો ખોવાઈ જઈશ હું જગત માં થી સનમ,

છું ચકલી જેવો હવે તો,એક ચણ તો દે મને.


પેટ પર પાટો નહીં,પાટો હવે છે ભૂખ પર,

ફૂલ વેચી માં કહે ઈશ,એક કણ તો દે મને.


દર્દ પારાવાર,મુજ ને છે દુઆઓ માં મળ્યું.

બસ,હર્ષ થોડોક લગભગ,એક મણ તો દે મને.


એ નહીં આવે,"વિપુલ" દિલ ને કહી દે, માનને.

આશ બસ એ ,અંત વેળા એક જણ તો દે મને.

*તરહી મિસરો
----------------------------------------------
બોલી ભલે તું ના શકે,પણ મૌન વાંચી તો શકે.
મેં દિલ નથી માંગ્યું નજર ખાલી તુ આપી તો શકે.


આજે અહીયા બોલબાલા માત્ર જૂઠ્ઠા ની જ છે.
તું સત્ય બોલી ના શકે પણ એ તુ છાપી તો શકે.


ક્યારેય માં ની આંખ માં તે ઊતરી જોયું ખરી ?
ઊંડાણ એના દર્દ નું ધારે તુ માપી તો શકે.


પાંખો હવે તો યાદ ને તારી છે ફૂટી નીકળી.
આવી ભલે તું ના શકે,પાંખો તુ કાપી તો શકે.


આ,જિંદગી આખી"વિપુલ"બળતો રહ્યો છે,આગ માં.
છે,લાશ આ જો હજુય ઈચ્છે તો,તુ તાપી તો શકે.
------------------------------------------------------

પ્રથમ રંગાઈ જાવું છે,લીલેરાં પાનને રંગે.
પછી રાધા બની મારે રહેવું કાનને રંગે.


તમારે તો મને બસ વાંસળી ધડવી હતી ,ઈશ્વર.
રહી તો હું શકત હંમેશા તમારા ગાન ના રંગે.


જગત આખું કરે તારી અર્ચના,પ્રેમ તો મેં કર્યો.
નિભાવી તોય ક્યાં રાખી શક્યા છો,શાન ને રંગે.


રહેવું તો તમારે સાથ મારી મંદિરો માં છે.
ખબર છે,સ્થાન આપ્યું છે તમે ત્યાં માન ના રંગે.


તને લાગે સહેલું એટલું, જીવન નથી હોતું.
રહેવું યાદ માં લાગે કે જાણે દાન ના રંગે.
---------------------------------------------------

કણ કણ કરી ભેગું કરો તે તેતરો લૂટી જશે.*
ક્ષણ ક્ષણ કરી ભેગું કરો જીવન છતાં ખૂટી જશે.


રાખી શકે તો એટલો વિશ્વાસ મુજ પર,રાખજે.
અડકીશ તું તો પાનખર માં પણ કળી ફૂટી જશે.


મેં યાદ ને તારી ઘરેણાં જેમ રાખી છે,સનમ.
એ કાચની બંગડી છે ,આવીજા હવે તૂટી જશે.


તો શું થયું કે દર્દ આપી માત્ર એ ચાલ્યાં ગયા.
ઈશ્વર હશે જો,તો તને પણ કોઈ તો ચૂંટી જશે.


શું કામ તું ચિંતા કરે છે,મૌત ની તારા,"વિપુલ,"
તારા તને છોડી ગયા છે,શ્વાસ પણ છૂટી જશે.

*તરહી મિસરો 
-----------------------------------------------------------------------------
નજર ને મળી રાહ આજે નજર ની,
મજા તો હવે આવશે આ સફર ની.

મને એમ કે બેય ડૂબી રહ્યાં છે.
તરી તું પછી જાણ થઇ આ હુનર ની.

ભલે યાદ નાં કર,મુકી ના શકે તું,
રહેશે કમી-ખોટ મારા અસર ની.

સહેલી નથી આ ગઝલ આમ લખવી.
પીડા ને સજાવી પડે છે,જઠર ની.

જતી તો નથી તોય જીવી પડે છે.
હવે જીંદગી રોજ,તારા વગર ની.

વિપુલ બોરીસા 

2 comments: