કાવ્ય, ગીત, ગઝલ, હઝલ, ભજન, સોનેટ, તાન્કા વગેરે પધ્ય રચનાઓ(सभी प्रकारकी पध्य रचनाए)
શબ્દ સાધકો
- અલ્પેશ પાઠક ‘પાગલ’
- કવિ જલરૂપ
- કાજલ ઠક્કર
- ચિંતન મહેતા 'આલાપ'
- જિજ્ઞા ત્રિવેદી
- ડો. પિનાકિન પંડયા
- ડો. મુકેશ જોષી
- તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત”
- દિલીપ ઘાસવાળા
- દિવેન ઢીંમર 'રાહ'
- ધૃતિ ઉપાધ્યાય
- નિનાદ અધ્યારુ
- પાર્થ ખાચર
- પૂર્ણિમા ભટ્ટ 'તૃષા'
- પ્રજ્ઞા વશી
- બાબુલાલ ચાવડા 'આતુર'
- બ્રિજેશ દવે 'વિભવ'
- ભરત પ્રજાપતિ 'અદિશ'
- મનહર મોદી-'મન' પાલનપુરી
- માવજી એમ આહીર
- મેહબૂબ સોનાલીયા
- મેહુલ ગઢવી 'મેઘ'
- રમેશ છાંગા
- રવિ દવે 'પ્રત્યક્ષ'
- રસિક દવે
- રાજ લખતરવી
- રાજુલ ભાનુશાલી
- લતા ભટ્ટ
- વર્ષા તલસાણીયા
- વહીદા ડ્રાયવર
- વિજય ચૌહાણ 'પ્રેમ'
- વિનોદ માણેક 'ચાતક'
- વિપુલ બોરીસા
- સંદિપ વસાવા 'શહાદત મિર્ઝા'
- સલીમ શેખ 'સાલસ'
- સ્નેહી પરમાર
- હર્ષિદા દીપક
- હાર્દિક પંડ્યા 'હાર્દ'
- હિમલ પંડ્યા 'પાર્થ'
- હેમા મહેતા
Monday, July 4, 2016
Saturday, July 2, 2016
Hardik Pandya 'Hard''s Gazals(હાર્દિક પંડ્યા 'હાર્દ' ની ગઝલ)
આજની શિક્ષણ વ્યવસ્થા માં બાળકો અને શિક્ષકોની સ્થિતિ પર લખેલી ગઝલ
વાંક મારો રોજ આવે વાતમાને વાતમાં,
હું હવે તો ક્યાં રહું છું જ્ઞાન ના એ ધામમાં.
છે લખેલું ચોપડે કે હું મળું છું આ સ્થળે,
ના મળું ક્યારે ત્યાંતો કામમાને કામમાં.
બાગને ખોદીને રાખ્યો સીંચવાને ફૂલડાં,
ખાદ નાખું અબધડી, જો આવે માળી ભાનમાં.
તોડવાને રાતને મેં રાહ જોઈ સૂર્યની,
કેમ આજે આથમે છે સૂર્યઆ મધ્યાનમાં.
હું લખું છું 'હાર્દ' આજે પામવાને જ્ઞાનને,
હાથમારો આવવાદો એ કલમના હાથમાં.
હાર્દ
Hardik Pandya
તા 05/08/16
સમય 10.30
--------------------------------------------------------------------------
મૌન કેરી માંગી વાચા,
પ્રેમ નામે સાવ કાચા.
શબ્દ ગુંજે, વાત ખૂંચે,
આંખ કેરા ઘાવ સાચા.
પ્રેમ થોડો, થોડી સમજણ.
જીભમાં ના શોધ ખાંચા
હું બનું તારી મુરત ને,
તું સજાવે પ્રાણ ઢાચા.
નાં જીવાશે, નાં સહાશે
જીંદગી કેરા તમાચા.
-------------------------
તે મૌન છે...
(મૌન વિષય પર તરહી મુશાયરાની મુસલસલ ગઝલ.)
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
આ મૌન ની છે વેદના આંખો કહે, તે મૌન છે.
હોઠે મઢેલાં સ્મિત પર, વાતો વહે, તે મૌન છે.
છે શોધવાની રાહને, ભૂલો પડે એ આંગણે,
ના પામવાની ચાહમાં, જીવી રહે, તે મૌન છે.
આ આભમાં ઉડી રહી, કેવી હજારો લાગણી,
આ લાગણી ને થામતી, આંખો લહે, તે મૌન છે.
કેવી સજાવે છે અહીં, આ મોતની સૌ પાલખી,
ડૂમો ભરેલી આંખમાં, જીવન સહે, તે મૌન છે.
ને તૂટવાની છે અહીં, કેવી અનોખી એ પ્રથા,
કે તૂટવાની એ ક્ષણે, જાતે દહે, તે મૌન છે.
----------------------------------------------------------
બનીને માનવી ઈશથી મને લડવું નથી ગમતું,
તમારા હાથ કતપુતળી બની રમવું નથી ગમતું.
અધૂરી હોય જ્યાં ફરજો ખીલેલા ફૂલના ઘરની,
બનીને પાન રે પીળું મને ખરવું નથી ગમતું.
કહેછે કે જગા દેશે કરેલા પૂર્ણના જોરે,
જવાને સ્વર્ગના દ્વારે મને મરવું નથી ગમતું.
ભજાવે છે અમારાથી ઘણાયે ખેલ નાટકના,
બનીને પાત્ર નાટકનું મને ઝૂરવું નથી ગમતું.
હજુએ છે ઘણી તાકાત કે જીરવી શકું ઘાવો,
રહીને મોત ના છાંયે મને ઢળવું નથી ગમતું.
ભલેને હોઉં હું લાચાર અદનો માનવી થઈને,
સજાની લાકડી સામે મને નમવું નથી ગમતું.
-----------------------------------------------------
ડૂબતાને ના મળે, ઓછા કિનારા છે અહીં,
પ્રેમ કેરા નામના, થોડા મિનારા છે અહીં.
કોણ જાણે પ્રેમમાં કેવી હતી આ બંદગી,
પ્રેમમાટે ઝેરના પ્યાલા પીનારા છે અહીં.
આંખ ખોલી ત્યારથી શોધી રહ્યો છું અર્થને,
અર્થજાણે વ્યર્થજાણી ને જીનારા છે અહીં.
ના મળે એ ઝંખના આજે ખિલાવે જિંદગી
જીતવાને જિંદગી ,જો હારનારા છે અહીં
શું કહું કેવા હશે લોકો તણા એ પાળિયા,
ભોમકાજે જાતને લૂંટાવનારા છે અહીં.
---------------------------------------------------------------
તમારા પ્રેમ ના બંધાય છે વાદળ,
અધૂરા એ પુરા વંચાય છે વાદળ.
મઠારી છે અટાણે સાંજ આપેતો,
તમારા કેશ થી સંધાય છે વાદળ.
તમોની લાગણી થી છે ભરી બૂંદો,
વરસવા કાળજે મંડાય છે વાદળ.
પરીક્ષાઓ હજુ બાકી રહી મારી,
ખુલ્લી આંખે હજુ સંતાય છે વાદળ.
રહ્યો કોરો તરસ્તી આ ધરા કાજે,
પ્રણય નાં ભેજથી ,ભીંજાય છે વાદળ.
હાર્દિક પંડ્યા "હાર્દ"
Trupti Trivedi 'Trupt''s Poetry(તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત” ની રચનાઓ)
મુજ નયનમાં તું વસેલો છે , મને તું જોય બસ,
તાહરી વિન આ તરસતી એ , મને તું જોય બસ.
તુજ વિના ક્યાં કૈ થયું ? આ કાળતો કરડો ભલે,
હર પ્રભાતે કોરુ લાગે ને , મને તું જોય બસ.
હર પ્રભાતે ,ઝંખનામાં જો બનું તારી પ્રિયે,
ના'કદી ડરથી ચુકું રે , મને તું જોય બસ.
ઓઢણી ઓઢી છે તારા નામની હો સાયબા,
લે ' હવે એને પકડ છેડે , મને તું જોય બસ.
સાદ પાડીને મને બોલાવજે તું પ્રેમથી,
'તૃપ્ત' નહિ અચકાય ક્ષણવારે , મને તું જોય બસ.
-----------------------------------------------------------------------------------
"મનભરીને"
પળભર રહી જો યાદે ટહુક્યું જે મનભરીને,
આનંદની સમીપે માણ્યું જે મનભરીને.
આ પ્રેમની પ્રિતીમાં હું ચાહુ છું ભવોભવ,
લોચો થયો વિચારી મેલ્યું જે મનભરીને.
એકાંત માં રહ્યો છે મારી ભિતર પ્રતીતમા,
એ યાદ ની બધી પળ વિસર્યું જે મનભરીને.
નજરે ચઢ્યાં તમારી જો આંખમાં વસીને,
એવા વિચારોમાં મન ખીલ્યું જે મનભરીને.
છે ઝંખના હવે એનો ભાર ",તૃપ્ત" ભીતર,
આકાશ મેં મઢયું તે નિરખ્યું જે મનભરીને.
---------------------------------------------------------------
વાત મેં પણ એમની સાથે કરી બે ચાર છે,
એમને તો યાદ કરતાં થૈ રહ્યાં એ વાર છે.
કો’ક આજે પણ રડ્યું છે યાદમાં હૈયે ઘણું,
લાગણી છૂટી મળ્યાં એમાંય ક્યાં એ સાર છે ?
ઘાવ સંતાડું સદા એને મને આપ્યા ભવે.
શર્તમાં પણ સાથ છોડી જાય એ બેકાર છે !
એ વિચારે મોહ–માયા-કપટો જો ત્યાગી સદા ,
આજ ભજશો કોટિ પરમેશ્વર તો બેડો પાર છે.
ફિલસુફી સમજી રહી આ સાથ સમયે “તૃપ્ત” જો,
સાર આ આજે મળ્યો તુજથી જે તારે દ્વાર છે.
-------------------------------------------------------------------------------
મુક્તક
સ્વપ્નમાં મેં સ્મિત થોડું જ્યાં કર્યું,
એવું તો મન માળવેથી ક્યાં ખર્યું ?
સ્વપ્નમાં ખાલી કહ્યું છે કે આવજો,
આંખમાં આવેલ આસું ત્યાં તર્યું.
----------------------------------------------------------------------
આપણાં એ સ્નેહનની પળ યાદ છે,
એટલે એ યાદમાં આબાદ છે.
કોણજાણે ? સ્પર્શમાં શું હશે ?
શૂન્યતામાં કેટલો ઉન્માદ છે.
હોઠ ખીલ્યા , ને થઈ જો બંદગી,
સ્વપ્નમાં પણ પ્રેમનો વરસાદ છે.
દર્દ છે , 'હંમેશ માટે પાંગળું !',
પ્રીત એતો ! દુઃખની ઓલાદ છે.
પાંપણે બંધાય મોતી આમતો,
આંસુઓ પણ વ્હાવવા એ દાદ છે.
----------------------------------------------------------------------
ચાંદનીની રાતમાં પણ ગોળ શું ચમકી રહ્યું ?,
શું હશે ? સાચું હશે ? એ કેમ તો મલકી રહ્યું ?
શું થયું આ પાંપણોને ? એકદમ આજે મળી!
આંખ આવે અશ્રુ એની બુંદમાં રણકી રહ્યું
સાવ અમથી મૌન થૈ હું ડુંસકે ભેટી પડી,
માયરાની ધૂળ જોઈ બાળપણ ખણકી રહ્યું.
મન મહીં’તો હોય છે તો પાઠશાળા યાદની ,
ગામડું કેવું રુડું ? ગૌ ધણ અહીં ચળકી રહ્યું.
હાથ જોડી કરગરે ને દાન આપે કોણ એ ?
એ પિતાની વેદનામાં આ જગત ઝળકી રહ્યું.
તૃપ્તિ ત્રિવેદી “તૃપ્ત”
Friday, June 24, 2016
Friday, June 17, 2016
Parth Khachar's Poetry(પાર્થ ખાચર ની રચનાઓ)
પ્રેમ પણ છે વ્હેમ છે ચાલ્યા કરે
આ જિંદગીનું વ્હેણ છે ચાલ્યા કરે
સ્નેહનું ઝરણું થઇને હું વહ્યો
પ્રેમ નો પ્રયાસ છે ચાલ્યા કરે
વેદનાના સુર થઇ વહેતો રહ્યો
નિજના આઘાત તો ચાલ્યા કરે
ઝાંઝવાના જળ બધે ભાંસી રહ્યા
પ્રિયતમની પ્યાસ છે ચાલ્યા કરે
મેઘલી હો રાત જામી જોરમા
બીજનો અંજ્વાસ તો ચાલ્યા કરે
પાલીયાઓ કંઈક છે સિંધુરીયા
ઉજળા ઇતિહાસ તો ચાલ્યા કરે
છે અધૂરી જિંદગાની આ 'પાર્થ'ની
તુ મને રસ્તે મળે તો ચાલ્યા કરે
----------------------------------------------------
અંકુર ફુટ્યા પછી ની વાત છે
ફુલ આ ચૂંટ્યા પછી ની વાત છે
ભીતરે કંઈક યાદો ખળ-ખળે,
ઝરણું આ વહ્યાં પછી ની વાત છે
સ્મ્રુતીઓ કંઈક આ પગથારની,
હાર આ ગૂંથ્યા પછી ની વાત છે
સ્નેહ ની ચો તરફ નદીઓ વહે
હ્દય આ તૂટ્યા પછી ની વાત છે
આ જિંદગાની દેન ઇશ્વર 'પાર્થ' ની
શ્વાસઆ ખુટયા પછીની વાત છે
-----------------------------------------------------
છળવાની હોડ લઇને ખુદ છેતરાયો માણસ,
કાપવા મંથતો બીજાને ખુદ વેતરાયો માણસ.
સ્વાર્થની આ આંધળી પગથી ઉપર,
સફલતા ને જંખતો અથડાયો માણસ.
કર્મશૂન્ય,લાચાર, હીન થઇ દૂબલો,
જાત ને વેચી ને હરદમ પસ્તાયો માણસ.
ખોખલું માનવ્ય લઇ નીત દોડતો,
જીવતર ના જોખમે જોતરાયો માણસ.
જિંદગી આ દેન ઈશ્વર "પાર્થ" ની,
ભાન ભુલી ભવસાગરે ભરમાયો માણસ.
----------------------------------------------------------------------
" પિતા "
ઉપરી કઠોર કાચલા,ભીતર અમીયલ ધાર,
છૂપો સ્નેહ વરસાવતો એ કુટુંબનો આધાર.
કરતો રહેતો કામ એ લેવા છોરું સંભાળ,
જીવતર આખું હોમી દેતો કરી પ્રસ્વેદ ધાર.
સ્નેહ,પ્રેમ ને લાગણી જેનો હુંફાળો હાથ,
મોભી ઘરનો મીઠડો ને કરુણાનો કરનાર.
રોટી કપડા મકાન છે ને પરિવારની ઢાલ,
નિજના શમણાં સાચવીને છોરુંના સાકાર.
"પાર્થ" પિતાના પ્રેમને જાણી શક્યું છે કોણ,
બીજા ઝરમર વાદળી એ મેઘ અનરાધાર.
----------------------------------------------------------
હરપળ કરાવે સંઘર્ષ તોય માણવાની છે,
આ જિંદગી અઘરી છતાએ ગાળવાની છે .
સુખ-દુઃખ ની ઘંટી સદાએ ચાલવાની છે,
દીધેલા શ્વાસ દાતાએ ગણીને મહાલ્વાની છે.
કોક ને કાંટાળી કેડી ઘણાને બાગબાની છે,
રણોની મદ્યમાં મળતી ઘણાને ફુલદાની છે.
પળોમાં રંક ને રાજા કરે એવી રવાની છે,
જીવીલે જિંદગી આ "પાર્થ" છેવટે એ જવાની છે.
-------------------------------------------------------------------------
તમે આવો જરા નજરમાં તો સારુ લાગે,
આ નિરામય આકાશ તો મને મારુ લાગે.
કાળજાળ ગરમીમાં આમ ઊર્મિનું સતત વહેવું;
ભીતર આખું વલોવાય પછી મારે કંઈક કહેવું,
હું કયા આખી વસંત માંગુ છું આપ પાસે;
થોડી ડાળખી લીલીછમ રાખો સારુ લાગે.
આ નિરામય આકાશ તો મને મારુ લાગે.
વુક્ષોનું અને પંખી નું આમ સતત ભેગા રહેવું;
બાગ અને ઉપવનમાં ભમરાઓનું ગુંજતા રહેવું,
સતત વહેતી યાદોનું ખળખળ અનેરું ઝરણું;
જો સ્પર્શી જાય આ "પાર્થ"ને તો સારુ લાગે.
આ નિરામય આકાશ તો મને મારુ લાગે.
પાર્થ ખાચર
Mehul Gadhvi "Megh"'s Gazals(મેહુલ ગઢવી 'મેઘ' ની ગઝલ)
કલમની કલ્પના પાણી ઉપર પાણી લખાવે છે,
ઉદાસીઓ ની ભીંતો એટલે રંગીન લાગે છે.
સિતારો ખ્વાબનો ચમક્યાં કરે છે રાતભર નભમાં,
સવારે જિંદગીનો એ અસલ ચહેરો બતાવે છે.
મરણ સરખા જ છે બેઉના, હિન્દૂ હોય કે મુસ્લિમ,
તને માટી માં દાટે છે, મને એ આગ આપે છે.
હજી પાસા અહીં મિત્રો ય ફેંકે છે શકુનિ જેવા,
અમો થી જીતવા એને બધા યે દાવ ફાવે છે.
જુઓ રાધા અને ગોપીઓ ઘેલી થઈ ને નાચે છે,
જ્યારે જ્યારે આ કાનો વાંસળી રૂડી વગાડે છે.
પ્રથમ ન્હાયા છે પરસેવે પછી થોડા લખાયા છે,
ને તેથી 'મેઘ'નાં શબ્દો બધા દિલથી વખાણે છે.
---------------------------------------------------------------------------
કાલની જેમ આજ ઉભો છું,
થઈ ને હું ચીથરે હાલ ઉભો છું.
આગલું પાછલું થશે સરભર,
લઇ ને પૂરો હિસાબ ઉભો છું.
મોજથી મારી લે તમાચા તું,
લે ધરી આજ ગાલ ઉભો છું.
ઘા શું તલવારનાં બગાડી લે,
શબ્દની લઇ ને ઢાલ ઉભો છું.
હાથ ખાલી છે મારા જોઇલે,
ભાગ્યની ખાઈ ગાળ ઉભો છું.
શોધ નાં તું મને હવે ક્યાંયે,
થઈ ને તારા હું શ્વાસ ઉભો છું.
કો'ક તો આવશે જ દરિયેથી,
લઇ કિનારે હું નાવ ઉભો છું
---------------------------------------------------
કયામત સુધી વાટ જોયા કરીશું,
કહીને ગયા છે કે પાછા મળીશું.
દયા ખાઈને છેવટે અશ્રુ બોલ્યા,
હવે બસ ખુશીનાં પ્રસંગે વહીશું,
અહમ ઓગળી જાશે અંતે બધોયે,
ગઝલને ભજન જેમ લખતા રહીશું.
અદાલત ભરી બેઠી છે લાગણીઓ,
હૃદય, બોલ કેવી દલીલો કરીશું ?
ગઝલને તમારે હવાલે કરી છે,
થશે વાહ તો 'મેઘ' બીજી લખીશું
-----------------------------------------------------------------
દુઃખતી રગ હાથમાં છે,
એટલે એ દાબમાં છે.
દાદથી બહેકી ગયા જે,
એ સિતારા ધ્યાનમાં છે.
દ્રૌપદી લૂંટાય ગઈ છે,
શ્યામ બીજા કામમાં છે.
આઠમો દરિયો જુઓને,
ખારવણની આંખમાં છે.
તૂટશે પણ સત્ય કહેશે,
એટલું સત કાંચમાં છે
ભીતરેથી હોય છાવળ,
ને પૂછાતો પાંચમા છે.
આપ ગાળો મોજથી તું,
'મેઘ' પણ ક્યાં ભાનમાં છે
-------------------------------------------------
દર્દ કાગળ ઉપર લખ્યા કાયમ,
શેર મારા ગઝલ થયા કાયમ.
દુખતી રગ નાં હાથમાં આવી,
આ તબીબો ઘણું મથ્યા કાયમ,
ડાળખીને થયો હશે કમળો,
એટલે પાંદડા ખર્યા કાયમ.
જાત પાવન થશે ન ગંગામાં,
મેલ મનમાં ઘણા ભર્યા કાયમ.
જિંદગી છે અસલ ગઝલ જેવી,
શ્વાસ મેં છંદ સમ લખ્યા કાયમ
ઓગળી જાય 'મેઘ' તો સારું,
આ અહમમાં ઘણા મર્યા કાયમ.
મેહુલ ગઢવી "મેઘ"
Thursday, June 16, 2016
Purnima Bhatt "Trusha"'s Gazals(પૂર્ણિમા ભટ્ટ "તૃષા" ની ગઝલ)
વેદનાની આગમાં અંતર જલે દિનરાત પણ,
આગને સંકોરવા કોનો સહારો શોધવો ?
વેંઢરું હું વેદનાને એકલી પણ ક્યાં સુધી ?
દર્દ ચાલ્યું જાય એવો માર્ગ સારો શોધવો ?
લ્યો નથી કઈ કારણે, કોઈ નથી મારું રહ્યું,
શીદને મારે નવો પડકાર મારો શોધવો !
વ્હેણ જીવનમાં હંમેશાથી મને સામા મળ્યા,
આવડ્યું ના તરવુ મઝધારે કિનારો શોધવો ?
ના ઝુકયું નભ પણ કદી મારી ક્ષિતીજે ઉમ્રભર,
જીવવાને, આશનો ખરતો સિતારો શોધવો ?
આગઝરતા સૂર્યથી ફેલાતુ રણનું મૃગજળ,
ઝાંઝવા મહીં લીલુડો કુંજલ નજારો શોધવો ?
સાવ નિર્જન વન સમી ભેંકાર વીતી જિંદગી,
પાનખરની બીક ,કોયલનો ઇશારો શોધવો ?
રાખ ઊડી તોય " તૃષા " કાં ન છીપી લાશની ?
છે ભરેલો અગ્નિ, તો જલતો અંગારો શોધવો ?
-------------------------------------------------------------------
છંદ :ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા
હું પૂર્ણ પ્રિય, ચંદ્રમુખી શીદ ને કહો ?
છું પૂર્ણિમા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?
લાંછન શશીનુ એવુ, ગળે રાહુ ચંદ્રને,
છું મોક્ષિતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?
પાક્ષિક પૂર્ણતા જ રહે ચંદ્રની જુઓ,
છું પૂર્ણતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?
ખીલેલ પૂર્ણ ચંદ્ર સમો પ્રેમ આપણો,
છું ચંદ્રિકા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?
" તૃષા " નિહાળુ, ચંદ્ર કળા સંગ ખીલતી,
છું ઊર્જિતા હુ, ચંદ્રમુખી શીદ ને કહો ?
-------------------------------------------------------------------------
છંદ: ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
ઝાંકળે આકાશ ડૂબ્યાની ગઝલ લખવી હતી,
આંખમાંથી આંસુ ખૂટ્યાની ગઝલ લખવી હતી,,
નોખુ કંપન, ને હતું નૉખું પ્રથમ રાતે મિલન,
એ તમારો હાથ સ્પર્શ્યા ની ગઝલ લખવી હતી,,
શૂન્યવત બેઠાં હતા સામે,,ઉઠાવીને ઘુંઘટ,
એ ! અચાનક હોંઠ ચૂમ્યાની ગઝલ લખવી હતી,,
જો હતું નિશ્ચિત ગમન પણ આપનું,, અંતિમ પળે,
અંતરે થી ઉર્મિ ઉભર્યાની ગઝલ લખવી હતી,,
આંસુ પણ એ મોંઘુ, આંખે ખાળ્યું જાતી વેળનું,
વ્હેતું ગાલે એ, ન રોકયાની ગઝલ લખવી હતી,
તૃપ્ત ના થઇ જાણુ "તૃષા", ને હતી આંખો સજળ,
હાથથી એ હાથ છૂટયાની ગઝલ લખવી હતી..
--------------------------------------------------------------------------------
છંદ...ગાલગાગા ગાલગાગા ગાલગા
એક તક બસ એક તક આપો મને,
છો તમે ક્યાં ?એક શક આપો મને,
છે ખુદા, એ કેમ શ્રદ્ધા રાખવી ?
હોઉ "હું",એવી ઝલક આપો મને,
ના મળ્યો, કોઈ પુરાવો, આપનો,
પ્રેમ હોવાની કસક ,આપો મને,,
જો વસો ચોપાસ, દેખાતા નથી !
હાજરી હો, એક સબક આપો મને,
નભ ઝુકે, છીપાય "તૃષા", ક્ષીતિજે,
લાલ રંગેલી, ફલક આપો મને..
----------------------------------------------------------
છંદ : ગાગાલગા *4 આવર્તન
તરહી રચના........
કણ કણ કરી ભેગું કરો તો તેતરો લૂંટી જશે,,
ચીં ચીં કરી ચકલી બધી,પરથી પ્રણય લૂંટી જશે....
ભગવાનની આ છે,બધી રચના નિસર્ગી, નિર્ભયી..
શાને કરે ઘોંઘાટ, કઇ છે તારુ ? જે ખૂંટી જશે !!
સંભાળ તારા કાર્યક્ષેત્રે તું, એ માનવ ! ભાગ ના,,
બ્હાનું કરી લે તું સમયનું,,, કાર્ય જો છૂટી જશે,..
સંઘરવુ સઘળું કેટલું ? તું બાંટ જરુરતમંદને,
જો આવશે, ધસમસતુ પાણી, પાળ પણ તૂટી જશે...
મમતા, લગન, સંપત્તિની,, "તૃષા" ઘણી છે નામની,,
ઇશ ને ભજી લે, કોઇ તારો શ્વાસ જો ઘુંટી જશે....
-------------------------------------------------
પૂર્ણિમા ભટ્ટ "તૃષા"
Subscribe to:
Posts (Atom)











